આસમાની રંગની ચૂંદડી રે,
ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે,
ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
★
નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે, હીરલા રે,
માની ચૂંદડી લહેરાય
★
શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે, મુખડું રે,
માની ચૂંદડી લહેરાય
★
અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે,
માની ચૂંદડી લહેરાય
★
લહરે પવન ઊડે ચૂંદડી રે,ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે,ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય,
★પરબત ગોરીયા★
Friday, October 7, 2016
આસમાની રંગની ચુંદડી રે
Labels:
गरबो
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment